મોરબી : મોરબીના શનાળા રોડપર આવેલા શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ મંદિર દ્વારા સદગુરુ પ્રેમપ્રકાશદાસજીસ્વામીની પ્રેરણાથી અને નિલેશભાઈ પ્રભુદાસભાઈ ખખ્ખરના યજમાનપદે શાકોત્સવ અને રક્તદાન કેમ્પનું આયોજન હરિકૃષ્ણ એગ્રો ઇન્ડસ્ટ્રીઝ ખાતે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંતોએ આશીર્વાદ અને પ્રસંગિક પ્રવચનો કર્યા હતા. 4000 માણસોએ શાકોત્સવમાં પ્રસાદનો લાભ લીધો હતો. રક્તદાન કેમ્પમાં 70 રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. રક્તદાન કેમ્પને સફળ બનાવવામાં નિલેશભાઈ, જયદીપભાઈ, જીગરભાઈ, કિરણબેન, ખુશાલીબેન, મિલૌનીબેન ખખ્ખર અને ખખ્ખર પરિવારે જહેમત ઉઠાવી હતી. સંસ્કાર બ્લડ બેન્કના પ્રેરક સદગુરુ પ્રેમસ્વામી અને સંચાલક રમેશભાઈ માકાસણાએ આયોજકો, રક્તદાતાઓ અને ખખ્ખર પરિવારના યુવાનોનો આભાર માન્યો હતો.