મોરબી : સ્વ.જીજ્ઞાબેન સુરાણીની બીજી વાર્ષિક પુણ્યતિથિએ શ્રદ્ધાંજલિ આપવા માટે રીબેકા લેમીનેટ્સ બહાદુરગઢ મોરબીમાં સંસ્કાર બ્લડ સેન્ટર મોરબીના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 70 રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. સુરાણી પરિવાર અને ચારોલા પરિવારે પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરી સમાજને પ્રેરણા આપી છે. રક્તદાન કેમ્પને સફળ બનાવવામાં ગોપાલભાઈ ચારોલા, જિનેશભાઈ ચારોલા, સનતકુમાર સુરાણી તેમજ રિબેકા લેમીનેટના સ્ટાફ પરિવારે જહેમત ઉઠાવી હતી. સંસ્કાર બ્લડ બેન્ક મોરબીના પ્રેરક સ.ગુ. પ્રેમસ્વામી અને સંચાલક રમેશભાઈ માકાસણાએ કેમ્પના આયોજકો, રક્તદાતાઓ અને રેબિકા લિમિનેટ સ્ટાફ પરિવારનો આભાર માન્યો હતો.