ટંકારા : 18 ઓક્ટોબરના રોજ ટંકારાના સરાયા ખાતે સ્લોગન ફાઉન્ડેશન અને સંસ્કાર બ્લડ સેન્ટર મોરબીના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 81 રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. આ બ્લડ કેમ્પને સફળ બનાવવામાં બેચરભાઈ ઢેઢી, ફાલ્ગુનભાઈ સંઘાણી, કૌશિકભાઈ સંઘાણી અને સ્લોગન ફાઉન્ડેશનના યુવાનોએ જહેમત ઉઠાવી હતી. સંસ્કાર બ્લડ સેન્ટરના પ્રેરક પ્રેમસ્વામી અને સંચાલક રમેશભાઈ માકાસણાએ બ્લડ કેમ્પના આયોજકો, રક્તદાતાઓ તેમજ સ્લોગન ફાઉન્ડેશન પરિવારનો આભાર માન્યો હતો અને અભિનંદન આપ્યા હતા.