મોરબી : વજેપર ખાતે સ્વ. વેલીબેન દાનાભાઈ પરમારની પ્રથમ પુણ્યતિથિ નિમિતે શ્રદ્ધાંજલિ અર્પણ કરવા સથવારા સમાજ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પમાં 40 રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પ કરી અને સથવારા સમાજે સમાજને પ્રેરણા આપી હતી. આ દરમ્યાન સંસ્કાર બ્લડ સેન્ટરના પ્રેરક પ્રેમસ્વામી અને સંચાલક રમેશભાઈ માકાસણાએ આયોજકો, રક્તદાતાઓનો આભાર માન્યો હતો. આ કેમ્પને સફળ બનાવવા સ્વ. વેલીબેનની પૌત્રી જીગ્નાબેન મનસુખભાઈ પરમારે જહેમત ઉઠાવી હતી. એક દીકરી પોતાના દાદીમા માટે બ્લડ કેમ્પનું આયોજન કરે એ સમાજ માટે પ્રેરણા રૂપ છે.