પીએમ નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની પૂર્વ સંધ્યાએ ગુજરાતના નામે એક વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરાશે મોરબી : શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ ટ્રસ્ટ મોરબી - સંચાલિત સંસ્કાર બ્લડ બેન્ક દ્વારા ઓપરેશન સિંદૂરની સફળતાની ઉજવણી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની પૂર્વ સંધ્યાએ આજે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમ્યાન મોરબી જિલ્લા આચાર્ય સંઘ પ્રમુખ ગુજરાત રાજ્ય કલ્યાણનીધી કન્વીનર અને મોરબી જિલ્લા બ્લડ કેમ્પના કન્વીનર સંસાવરિયા એસ.પી.એ જણાવ્યું હતું કે, આ રક્તદાન કેમ્પ દ્વારા એક માનવ સેવાની સાથે ગુજરાતના નામે એક વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરવામાં આવશે. જેમાં સમગ્ર ગુજરાતમાં 340 રક્તદાન કેમ્પમાં કુલ 1 લાખ 33 હજાર જેટલું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત મોરબી જિલ્લામાં 4 રક્તદાન કેમ્પ નક્કી કરેલા છે. જેમાં ટંકારા ઓર્પિત કન્યાવિદ્યાલય, વાંકાનેર નગરપાલિકા ટાઉનહોલ, હળવદ એપીએમસી અને હળવદ માળીયા રોડ ખાતે સંસ્કાર બ્લડ બેન્ક દ્વારા રક્તદાન કેમ્પ યોજેલ છે. આ દરમિયાન મોરબીમાં કુલ 3300 જેટલા રક્તદાતાઓનું રજિસ્ટ્રેશન થયેલ છે. જેમાં સમગ્ર ધર્મપ્રિય, રાષ્ટ્રપ્રિય જનતાનો સહયોગ મળ્યો છે.