વાંકાનેર : વાંકાનેરમાં ગત તા. 3-11-2019, રવિવારના રોજ 'સંકલ્પ' ગૃપ દ્વારા બંધુસમાજ દવાખાના ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. વાંકાનેરના રકતદાતાઓએ ઉમળકાભેર સહકાર આપી 133 યુનિટ રક્તદાન કરીને કેમ્પને સફળ બનાવ્યો હતો. સંકલ્પ ગૃપ દ્વારા દરેક રકતદાતાઓને ત્રણ અલગ અલગ ભેટ અને 1,00,000 (એક લાખ) રૂપીયાની વાર્ષિક વીમા પોલિસી આપવામાં આવી હતી. 'સંકલ્પ' ગૃપના જતીનભાઈ રાવલ, કૌશલભાઈ પંડયા, ગોપાલભાઈ પંડયા, હનીફભાઈ પીપરવાડીયા, જગદીશભાઈ સાગઠીયા, કલ્પેશભાઈ સેજપાલ સહિતના મિત્રોએ વાંકાનેરના રકતદાતાઓ અને કેમ્પને સફળ બનાવવા સહકાર આપનાર તમામ લોકોનો હ્રદયપૂર્વક આભાર માન્યો હતો.