મોરબી: મોરબી સ્થિત લેમઝોન ગ્રેનિટો એલ.એલ.પી. દ્વારા રાતાવિરડા ખાતે સંસ્કાર બ્લડ સેન્ટર, મોરબીના સહયોગથી રક્તદાન શિબિરનું સફળતાપૂર્વક આયોજન કરાયું હતું. આ રક્તદાન કેમ્પમાં કુલ 130 રક્તદાતાઓએ સ્વૈચ્છિક રક્તદાન કર્યું હતું. આ આયોજનને સફળ બનાવવામાં લેમઝોન ગ્રુપ પરિવારના યુવાનોએ સિંહફાળો આપ્યો હતો, જેમાં મુખ્યત્વે વિનુભાઈ ભોરણીયા, સમીરભાઈ ભોરણીયા, અને કિશનભાઇ આદ્રોજાએ વિશેષ જહેમત ઉઠાવી હતી. સમગ્ર લેમઝોન ગ્રુપ પરિવારે સેવાભાવ સાથે કાર્ય કર્યું હતું. રક્તદાન કેમ્પના સમાપન સમયે સંસ્કાર બ્લડ સેન્ટરના પ્રેરક પ્રેમસ્વામી અને સંચાલક રમેશભાઈ માકાસણાએ આયોજન સમિતિ, તમામ રક્તદાતાઓ અને લેમઝોન ગ્રુપ પરિવારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.