51 રક્તદાતાઓએ રક્તદાન કર્યું સ્વર્ગસ્થ આત્માને શ્રદ્ધાંજલિ આપી મોરબી અપડેટ : મોરબી નજીકના નીચી માંડલ ગામે સ્વ. ગિરધરભાઈ શીવાભાઈ કુંડારીયાની ઉત્તરક્રિયા પ્રસંગે એક પ્રેરણાદાયક અને સેવાકીય કાર્ય કરવામાં આવ્યું હતું. કુંડારીયા પરિવાર દ્વારા 6 સપ્ટેમ્બરના રોજ સંસ્કાર બ્લડ સેન્ટર મોરબીના સહયોગથી રક્તદાન કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.આ બ્લડ ડોનેશન કેમ્પમાં યુવાનો અને ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કેમ્પમાં કુલ 51 રક્તદાતાઓએ રક્તદાન કરીને સ્વ. ગિરધરભાઈ કુંડારીયાને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. કુંડારીયા પરિવારે ઉત્તરક્રિયા જેવા શોકગ્રસ્ત પ્રસંગે રક્તદાન કેમ્પ યોજીને સમાજને એક ઉત્તમ પ્રેરણા પૂરી પાડી છે.આ કેમ્પને સફળ બનાવવા માટે વિજયભાઈ ચારોલા, બળદેવભાઈ કુંડારીયા, કેવલ કાસુન્દ્રા, રાજેશભાઈ મારવણીયા, મેહુલ કુંડારીયા, જસ્મીન પારજીયા, આશિષ કુંડારીયા, નીતિન કુંડારીયા, ભાવિક ભટાસણા, અભી ફેફર તેમજ સમગ્ર કુંડારીયા પરિવાર અને નીચી માંડલ ગામના યુવકોએ ભારે જહેમત ઉઠાવી હતી. આ તકે સંસ્કાર બ્લડ સેન્ટર મોરબીના પ્રેરક સદગુરુ પ્રેમસ્વામી અને સંચાલક રમેશભાઈ માકાસણાએ તમામ આયોજકો, રક્તદાતાઓ તેમજ કુંડારીયા પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો અને સદગતને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.#Morbi #NichiMandal #BloodDonation #MorbiUpdate #MorbiNews #GujaratNews #SocialWork