સ્વ. લાખાભાઈ ખાદાની 25મી પુણ્યતિથિ નિમિત્તે યોજાશે રક્તદાન કેમ્પરાજકોટ : સ્વ. લાખાભાઈ દેવાણંદભાઈ ખાદાની 25મી પુણ્યતિથિ નિમિત્તે આગામી તારીખ 19 જૂન ને ગુરુવારના રોજ થેલેસેમિયા ગ્રસ્ત બાળકો માટે અને સ્વ. લાખાભાઈ ખાદાને શ્રદ્ધાંજલિ આપવા માટે રાજકોટ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.19 જૂનના રોજ સવારે 8-30 થી બપોરે 2 વાગ્યા સુધી રાજકોટના મવડી વિસ્તારમાં બાપા સીતારામ ચોક પાસે વીરાબાપાના મંદિરની બાજુમાં આવેલા શિવમ પાર્ક ખાતે આ રક્તદાન કેમ્પ યોજાશે. એકત્ર થનાર બ્લડ સિવિલ હોસ્પિટલમાં થેલેસેમિયા ગ્રસ્ત બાળકોના ઉપયોગ માટે અર્પણ કરવામાં આવશે. આ ઉપરાંત સાંજે 5 કલાકે રાજકોટના મવડી વિસ્તારની માટેલ સોસાયટી ખાતે બટુક ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તો આ રક્તદાન કેમ્પમાં સહભાગી થઈ રક્તદાન કરવા આયદાનભાઈ લાખાભાઈ ખાદા, મહેશભાઈ લાખાભાઈ ખાદા અને કૈલાશભાઈ લાખાભાઈ ખાદાએ સૌને અપીલ કરી છે.