મોરબી : EDDICA સિરામિક ગ્રુપ મોરબી દ્વારા તા. 9-1-2025 ને ગુરુવારના રોજ બપોરે 3 થી 6 કલાક દરમ્યાન સંસ્કાર બ્લડ સેન્ટર અને શિવમ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ મોરબીના સહયોગથી EDDICA સિરામિક ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પમાં કુલ 152 રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. આ કેમ્પને સફળ બનાવવા EDDICA ગ્રુપના પાર્ટનર અને સ્ટાફના યુવાનોએ જહેમત ઉઠાવી હતી.