મોરબી : મોરબી જિલ્લામાં ગઇકાલે તા. 26 જાન્યુઆરીના રોજ પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે વઘાસિયા ગામ નજીક આવેલી સીરામીક ફેકટરી દ્વારા પ્રજાસત્તાક દિન નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો. વઘાસિયા ગામ નજીક આવેલી સોમાણી સેનેટરીવેર પ્રાઇવેટ લિમિટેડ દ્વારા પ્રજાસત્તાક દિનની અનોખી ઉજવણી કરવા માટે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 201 બોટલ રક્ત એકત્ર થયું હતું. તેમ આયોજકો જે. પી. પટેલ, હિતેશભાઈ અને જયેન્દ્રભાઈએ યાદીમાં જણાવ્યું છે.