મોરબી : તારીખ 25-8-2025ના રોજ બ્રહ્માકુમારી સંસ્થા હેડ-ક્વાર્ટરના મુખ્ય સંચાલિકા દાદી પ્રકાશમણિજીની 18મી વાર્ષિક પુણ્યતિથિ નિમિત સમગ્ર ભારત દેશમાં વિશ્વ બંધુત્વ દિવસ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં મોરબીમાં બ્લડ સેન્ટર અને સંસ્કાર બ્લડ સેન્ટર ખાતે બ્રહ્માકુમારી સંસ્થા મોરબીના બી.કે ઉષા દીદી, બી.કે અલ્કા દીદી, બી.કે સમજુ દીદી, બી.કે જુલી દીદી, બી.કે આયુષી દીદી તથા અન્ય આગેવાનો દ્વારા આ પૂણ્ય કાર્યનુ દિપ પ્રજ્વલિત કરી રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો. આ કેમ્પમાં અનેક 53 લોકોએ રક્તદાન કરીને મહા પુણ્ય કરી ખરા અર્થમાં વિશ્વ બંધુત્વ દિવસ ઉજવ્યો છે.