55 રક્તદાતાઓએ રક્તદાન કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી: શિક્ષક સુરેશભાઈ રાજપરાએ 40મી વખત રક્તદાન કર્યુંમોરબી : સ્વ. મુકેશભાઈ હરખજીભાઈ ભોજાણી અને સ્વ. પ્રવીણભાઈ ભીમજીભાઈ ભાલોડીયાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે સંસ્કાર બ્લડ સેન્ટર મોરબીના સહયોગથી 28 જૂનના રોજ ક્રિસ્ટલ હાઇટ્સ નિર્મલ સ્કૂલ પાછળ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેવાકીય કાર્યમાં 55 રક્તદાતાઓએ રક્તદાન કરી સ્વ. મુકેશભાઈ ભોજાણી અને સ્વ. પ્રવીણભાઈ ભાલોડિયાને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ આપી હતી.આ રક્તદાન કેમ્પમાં શિક્ષક સુરેશભાઈ રાજપરાએ 40મી વખત રક્તદાન કરી યુવાનોને ઉત્તમ પ્રેરણા પૂરી પાડી છે. શ્રદ્ધાંજલિ જેવા શોક પ્રસંગે રક્તદાન કેમ્પનું આયોજન કરી ભોજાણી અને ભાલોડીયા પરિવારે સમાજને એક નવી દિશા ચીંધી છે.આ બ્લડ કેમ્પને સફળ બનાવવામાં મહેશભાઈ ભોજાણી, બીપીનભાઈ ભોજાણી, જ્યોત્સનાબેન દેત્રોજા, નીતિશભાઈ ભોજાણી, રુદ્ર મુકેશભાઈ ભોજાણી, કૌશિકભાઇ ભોજાણી અને ભોજાણી પરિવાર તેમજ ભાલોડીયા પરિવારના તમામ યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી. સંસ્કાર બ્લડ સેન્ટર મોરબીના પ્રેરક સદગુરુ પ્રેમસ્વામી અને એમ.ડી. રમેશભાઈ માકાસણાએ તમામ આયોજકો તથા રક્તદાતાઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.#Morbi #MorbiUpdate #MorbiNews #BloodDonationCamp #BloodDonation #SocialWork #Tribute