3 થી 5 નવેમ્બર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલશે, 5 નવેમ્બરે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજનમોરબી : મોરબીમાં સાગરભાઈ વાંસજાળિયાના સ્મરણાર્થે આગામી તારીખ 3 થી 5 નવેમ્બર સુધી મોરબીના રવાપર ખાતે વૈદેહી પ્લાઝાની સામે મહાબલી હનુમાનજી મંદિર ખાતે સાગરેશ્વર મહાદેવ મંદિરનો ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. સાગરભાઈ વાંસજાળીયાના સ્મરણાર્થે સાગરેશ્વર મહાદેવ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે મોરબીના રવાપર સ્થિત વૈદેહી પ્લાઝાની બાજુમાં મહાબલી હનુમાનજીના મંદિરે 5 નવેમ્બરના રોજ સવારે 7 થી બપોરે 2 વાગ્યા સુધી રક્તદાન કેમ્પનું આયોજન કરાયું છે.ચંદુભાઈ મોહનભાઈ વાંસજાળીયા (નથુવડલાવાળા) અને શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશન (વિનય જસાણી) આયોજિત આ રક્તદાન કેમ્પ સિવિલ હોસ્પિટલ રાજકોટ, સિવિલ હોસ્પિટલ મોરબીના થેલેસેમિયા ગ્રસ્ત દર્દીઓના લાભાર્થે યોજાશે. સાથે જ ચક્ષુદાન, દેહદાન, ત્વચાદાન જાગૃતિ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તો આ રક્તદાન કેમ્પમાં રક્તદાન કરવા સૌને અનુરોધ કરાયો છે. વધુ માહિતી માટે મો. નં. 9825338645 / 7016906637 / 9428200660 પર સંપર્ક કરવા યાદીમાં જણાવવામાં આવ્યું છે.