મોરબી : મોરબીના માટેલ ખાતે આવેલ સનહાર્ટ સિરામિકમાં પ્રેરણામૂર્તિ સ્વ. ગણેશબાપાની ૧૦મી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે ૧૭ માર્ચના રોજ એક રક્તદાન કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. વરમોરા પરિવારે પોતાના સ્વજનની પુણ્યતિથિએ રક્તદાન જેવો મહાદાનનો કાર્યક્રમ યોજીને સમાજને એક ઉત્તમ પ્રેરણા પૂરી પાડી છે.આ રક્તદાન કેમ્પ ગૌરીબેન વરમોરા, ગોવિંદભાઈ વરમોરા, જગદીશભાઈ વરમોરા અને ભુદરભાઈ વરમોરાના શુભ સંકલ્પથી તથા મોરબીના સંસ્કાર બ્લડ સેન્ટરના વિશેષ સહયોગથી યોજવામાં આવ્યો હતો. આ સેવાકાર્યમાં લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો, જેમાં ૭૫ જેટલા રક્તદાતાઓએ રક્તદાન કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.આ રક્તદાન કેમ્પને સફળ બનાવવા માટે જગદીશભાઈ વરમોરા, જયંતીભાઈ ધોરીયાણી, નિલેશભાઈ સાણંદિયા તેમજ સનહાર્ટ ગ્રુપના સમગ્ર સ્ટાફ પરિવારે ભારે જહેમત ઉઠાવી હતી. આ સેવાકાર્ય બદલ સંસ્કાર બ્લડ સેન્ટર મોરબીના પ્રેરક પ્રેમસ્વામી અને સંચાલક રમેશભાઈ માકાસણા દ્વારા તમામ આયોજકો, રક્તદાતાઓ અને સનહાર્ટ ગ્રુપના સ્ટાફ પરિવારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.#Morbi #MorbiUpdate #MorbiNews #BloodDonationCamp #SunheartCeramics #Matel #VarmoraFamily #SanskarBloodCenter #SocialWork