મોરબી : સ્વ. કાર્તિક વિક્રમભાઈ દફ્તરીના સ્મરણાર્થે થેલેસેમિયાના દર્દીઓ માટે આગામી તારીખ 8 જૂન ને રવિવારના રોજ મોરબીના શનાળા રોડ પર આવેલા સ્કાય મોલ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ રક્તદાન કેમ્પ સવાર 8 વાગ્યાથી શરૂ થશે અને બપોરે 4 વાગ્યા સુધી ચાલશે. તો થેલેસેમિયા ગ્રસ્ત બાળકો માટે રક્તદાન કરવા વિક્રમભાઈ દફ્તરી (મો.નં. 9825553903) અને ડેનીશભાઈ દફ્તરી (મો.નં. 9173132903) દ્વારા સૌને અપીલ કરવામાં આવી છે.