વાંકાનેર : વાંકાનેર તાલુકાના ઢુંવા ગામ ખાતે ઓમ હોસ્પિટલના શુભારંભ પ્રસંગે થેલેસેમીયા તથા ગંભીર રોગના દર્દીઓ માટે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ડો. રાકેશ ભટાસણાએ દર્દીઓનો દુ:ખાવો દુર કરવા ઓમ હોસ્પિટલનું નિર્માણ કર્યું છે. આગામી 23 સપ્ટેમ્બરને ગુરૂવારે આઈશ્રી ખોડિયાર માતાના મંદિર નજીક માટેલ રોડ ઉપર ઢુવા ગામે ઓમ હોસ્પિટલના શુભારંભ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન ઓમ હોસ્પિટલ અને માટેલ રોડના સિરામિક ઉદ્યોગકારોના સહયોગથી કરવામાં આવ્યું છે. એક વખત કરેલ બ્લડ ડોનેશન ત્રણ માનવ જીંદગી બચાવવાના ઉમદા આશયથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. કેમ્પનો સમય સવારે 10થી સાંજે 4 કલાકનો છે. વધુ વિગત માટે મો. 90543 93849 પર સંપર્ક કરી શકાશે. કેમ્પમાં રક્તદાન કરવા આયોજકોએ આમંત્રણ આપ્યું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..