મોરબી : મોરબીમા ગોપાલક રચનાત્મક સમિતિ દ્વારા આવતીકાલે રવિવારે પાટીદાર હોલ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં માલધારી સમાજને મોટી સંખ્યામાં ઉમટી પડવાનો અનુરોધ કરવામાં આવ્યો છે. મોરબીના શનાળા બાયપાસ પર મુરલીધર હોટલની બાજુમાં આવેલ પાટીદાર હોલ ખાતે ગોપાલક રચનાત્મક સમિતિ દ્વારા આવતીકાલે તા. ૨૦ને રવિવારના રોજ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ સવારે ૯:૩૦ થી ૧:૩૦ સુધી યોજાશે. આ કેમ્પને વડવાળા મંદિર દુધયલધામના મહંત પૂ.રામબાલકદાસ બાપુ તેમજ અદેપર ચાર મઢવાળી માતાના ભૂવા સવા આતાના હસ્તે ખુલ્લો મુકવામા આવશે. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en