મોરબી : આચાર્ય વાઘેલા દલાભાઈ કચરાભાઈની વયનિવૃત્તિના સન્માન તથા સ્વર્ગસ્થ ડૉ. એલ. એચ. ત્રિવેદી (કિડની વિભાગના ભૂતપૂર્વ વડા સિવિલ હોસ્પિટલ - અમદાવાદ)ને શ્રદ્ધાંજલિરૂપે સમસ્ત લુણસર ગામ તરફથી રક્તદાન કેમ્પ રાખેલ છે. જેનું આયોજન આગામી તા. 28 ડિસેમ્બરના રોજ શનિવારે લુણસર તાલુકા શાળા ખાતે કરવામાં આવેલ છે. આ કેમ્પમાં સહભાગી બનવા માટે આયોજકોએ ગ્રામજનોને આમંત્રણ પાઠવ્યું છે.