મોરબી : મોરબીમાં ઠાકોર સમાજ દ્વારા શુક્રવારે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવનાર છે. આગામી તા. 22/10/2021 શુક્રવારના રોજ મોરબી જિલ્લા ઠાકોર સમાજ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનુ ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. આ કેમ્પ જય વેલનાથ ચુવાળીયા ઠાકોર સમાજ, વિદ્યાર્થી બોડીગ જિલ્લા પંચાયતની બાજુમા, મોરબી ખાતે યોજાશે. જેમાં રક્તદાન કરવા માટે આયોજકોએ જનતાને અપીલ કરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..