મોરબી : શિવનગર પંચાસર ગામ સમસ્ત દ્વારા 12 એપ્રિલ 2025ના રોજ હનુમાન જયંતીની ઉજવણી પ્રસંગે સંસ્કાર બ્લડ સેન્ટર મોરબીના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પમાં કુલ 45 રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. આ રક્તદાન કેમ્પને સફળ બનાવવામાં સમગ્ર શિવનગર ગામના યુવાનોએ જહેમત ઉઠાવી હતી. સંસ્કાર બ્લડ સેન્ટરના પ્રેરક પ્રેમ સ્વામી અને સંચાલક રમેશભાઈ માકાસણાએ રક્તદાતાઓ અને સમગ્ર શિવનગર ગામના યુવાનોનો આભાર માન્યો હતો.