101 રક્તદાતાઓએ કર્યું રક્તદાનમોરબી: મોરબીના ખેરની વાડી વિસ્તારમાં સ્વર્ગસ્થ લખાબાપા કંજારિયાના પરિવાર દ્વારા પિતૃ મોક્ષાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ ધાર્મિક પ્રસંગે પરિવાર દ્વારા સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવી સંસ્કાર બ્લડ સેન્ટર મોરબીના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.આ બ્લડ ડોનેશન કેમ્પમાં લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને કુલ 101 રક્તદાતાઓએ રક્તદાન કરીને પુણ્યનું ભાથું બાંધ્યું હતું. કંજારિયા પરિવારે પિતૃ મોક્ષાર્થે કથાની સાથે રક્તદાન જેવું ઉમદા કાર્ય કરી સમાજને એક નવી રાહ ચીંધી છે.આ કેમ્પને સફળ બનાવવામાં કંજારિયા મોરભાઈ, કંજારિયા લાલજીભાઈ, કંજારિયા સતિષભાઈ, પરમાર અનિલભાઈ, હડિયલ લખનભાઈ તેમજ ખેરની વાડીના તમામ યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી. આ તકે સંસ્કાર બ્લડ સેન્ટર મોરબીના પ્રેરક સદગુરુ પ્રેમ પ્રેમસ્વામી અને સંચાલક રમેશભાઈ માકાસણાએ આયોજકો, રક્તદાતાઓ અને કંજારિયા પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો.#Morbi #BloodDonation #SocialWork #ShrimadBhagwatSaptah #MorbiUpdate #SanskarBloodCenter #Humanity #DonationCamp