GMERS મેડિકલ કોલેજના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. જયેશભાઈ બોરસાણીયાના માતૃશ્રીના અવસાન નિમિત્તે માનવસેવાનું ઉત્કૃષ્ટ કાર્ય કરાયુંમોરબી: GMERS મેડિકલ કોલેજ, મોરબીના પિડિયાટ્રિક વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. જયેશભાઈ બોરસાણીયાના માતૃશ્રી સ્વ. ધનગૌરીબેન ભગવાનજીભાઈ બોરસાણીયાનું તા. 20 જૂન, 2026ના રોજ અવસાન થયું હતું. તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા બ્લડ બેન્ક, GMERS જનરલ હોસ્પિટલના સહયોગથી પ્રેરણાદાયી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કેમ્પમાં પરિવારના સભ્યો, સગા-સંબંધીઓ, મિત્રો તેમજ શુભેચ્છકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ સ્વૈચ્છિક રક્તદાન કર્યું હતું. જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળી રહે અને સમાજમાં માનવસેવાની ભાવના વધુ મજબૂત બને તેવા ઉમદા હેતુ સાથે આ સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી હતી.આ પ્રસંગે ઉપસ્થિત સૌ કોઈએ સ્વ. ધનગૌરીબેનને ભાવભીની શ્રદ્ધાંજલિ આપી હતી. આયોજક બોરસાણીયા પરિવારે રક્તદાન કરનાર તમામ સેવાભાવી દાતાઓ તેમજ GMERS જનરલ હોસ્પિટલના બ્લડ બેન્કના તબીબી સ્ટાફ અને સહયોગીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.#Morbi #BloodDonation #BloodDonationCamp #Humanity #MorbiUpdates #MedicalService