મોરબી : 26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિનની ઉજવણી નિમિત્તે મોરબીની સીયારામ ગ્રેનાઈટો પ્રા.લી. કંપનીમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બ્લડ ડોનેશન કેમ્પમાં 81 રક્તદાતાઓએ રક્તદાન કરી રાષ્ટ્રીય તહેવારની ઉજવણી કરી હતી. બ્લડ ડોનેશન કેમ્પની સાથે જ ધ્વજવંદનનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો. નાથાભાઈ બાવરવાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ તકે રમેશભાઈ માકાસણાએ પ્રાસંગિક વક્તવ્ય આપ્યું હતું. બ્લડ ડોનેશન કેમ્પને સફળ બનાવવા જયપ્રકાશ બાવરવા, દેવેન્દ્રભાઈ બરાસરા, દિલીપભાઈ કાંજિયા, રસિકભાઈ ભટાસણાએ જહેમત ઉઠાવી હતી. સંસ્કાર બ્લડ સેન્ટરના પ્રેરક પ્રેમ સ્વામી અને સંચાલક રમેશભાઈ માકાસણાએ આયોજકોનો આભાર માન્યો હતો.