મોરબી : આજે તારીખ 5 માર્ચના રોજ જિલ્લા વિકાસ અધિકારી જે.એસ.પ્રજાપતિ, મોરબી તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. સંજય શાહના સીધા માર્ગદર્શન હેઠળ તાલુકા હેલ્થ કચેરી ટંકારા, GMERS મેડિકલ કોલેજ મોરબી તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સાવડીના સહયોગથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સાવડી ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બ્લડ ડોનેશન કેમ્પને સાવડી ગામના સરપંચ તથા ટંકારા તાલુકા ભાજપ સંગઠનના સભ્યો, એપેડેમીક મેડિકલ ઓફિસર ડો.દિપક બાવરવા, તલાટી મંત્રી સાવડી અને ગામના આગેવાનો દ્વારા દિપ પ્રાગટ્ય કરીને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ કેમ્પમાં સાવડી ગામમાંથી તેમજ આજુબાજુના ગામમાંથી આવેલા લોકો દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું. બ્લડ ડોનેશન કેમ્પમાં કુલ 104 યુનિટ બ્લડનું કલેક્શન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં સ્વ. દુધીબેન અંબારામભાઈ કાલાવડીયાના સ્મરણાર્થે તેમના પુત્ર રમેશભાઈ અંબારામભાઈ કાલાવડીયા તરફથી રક્તદાન કરનાર તમામ રકતદાતાઓને પોત્સાહન સ્વરૂપે ઘડિયાળ આપવામાં આવી હતી. આ કેમ્પને સફળ બનાવવા માટે જિલ્લા પંચાયત આરોગ્ય શાખાનાં જિલ્લા IEC ઓફિસર સંઘાણીભાઈ, લેબ.ટેક.સેતાભાઈ, તાલુકા હેલ્થ ઓફિસર ડો. દિનેશ બાવરવા, તાલુકા હેલ્થ સુપરવાઈઝર હિતેશભાઈ પટેલ, મેડિકલ ઓફિસર ડો. સૃષ્ટિ ભોરણીયા, લેબ.ટેક. કિરણબેન, ફાર્માસિસ્ટ જાનીભાઈ તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સાવડીના આરોગ્ય સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.