વાંકાનેર : વાંકાનેર ખાતે સ્વ.પૂ. નારણદાસજી મહારાજના આત્મકલ્યાણ અર્થે પૂ. છબિરામદાસજી મહારાજના સાનિધ્યમાં રઘુનાથજી શેરી યુવા ગ્રૂપ દ્વારા રઘુનાથજી મંદિરમાં મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 101 યુનિટ રક્ત એકત્ર થયું હતું. આ મહા રક્તદાન શિબિરમાં રાજકોટ વોલન્ટરી બ્લડ બેંકનો સહયોગ પ્રાપ્ત થયો હતો.