મોરબી : સ્વ. જેઠાભાઈ અમરાભાઇ પારેધીની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે ઉમેશ્વર મહાદેવ મંદિર જૂની પીપળી મુકામે સંસ્કાર બ્લડ સેન્ટર મોરબીના સહયોગથી શ્રદ્ધાંજલિ આપવા માટે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં 63 રક્તદાતાઓએ રક્તદાન કરી સ્વ.જેઠાભાઈ પારેધીને શ્રદ્ધાંજલિ આપી હતી. મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારેઘી અને જીગ્નેશભાઈ અને વિજયભાઈ પારેધી ની પ્રેરણાથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વ. જેઠાભાઈ પારેધીને શ્રદ્ધાંજલિ આપવા માટે રાજકીય, સામાજિક મહાનુભાવો, અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સંસ્કાર બ્લડ સેન્ટરના પ્રેરક પૂજ્ય પ્રેમસ્વામી અને સંચાલક રમેશભાઈ માકાસણાએ આભાર માન્યો હતો.