મોરબી : યુદ્ધની સ્થિતિને ધ્યાને લઇ અત્યારે જિલ્લામાં ઠેર ઠેર રક્તદાન કેમ્પ યોજવામાં આવી રહ્યો છે. ત્યારે મોરબી જિલ્લા પંચાયત ખાતે સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજના સંયુક્ત ઉપક્રમે રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ કેમ્પમાં અધિકારીઓ, કર્મચારીઓ સહિતના 24 લોકોએ રક્તદાન કરી દેશપ્રેમ દેખાડ્યો હતો.