હોસ્પિટલના સ્થાપના દિન નિમિત્તે આયોજિત કેમ્પમાં 60 બોટલ રક્ત એકત્રમોરબી: માથકની હરિ ક્રિષ્ના હોસ્પિટલના સફળતાપૂર્વક 2 વર્ષ પૂર્ણ થતા અને ત્રીજા વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેવાકીય કાર્યમાં લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને કુલ 60 રક્તદાતાઓએ રક્તદાન કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.અંતરિયાળ ગામડાના લોકો બ્લડ ડોનેશન પ્રત્યે વધુને વધુ જાગૃત થાય તેવા ઉમદા હેતુથી ડોક્ટર વિજયભાઈ સેફાત્રા દ્વારા દર વર્ષે હોસ્પિટલના સ્થાપના દિવસે આ પ્રકારના બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. આ વખતના બ્લડ કેમ્પને સફળ બનાવવા માટે ડોક્ટર વિજયભાઈ સેફાત્રા અને હોસ્પિટલના તમામ સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી.આ કેમ્પમાં મોરબીના સંસ્કાર બ્લડ સેન્ટરનો સહયોગ પ્રાપ્ત થયો હતો. આ સુંદર આયોજન અને માનવસેવાના કાર્ય બદલ સંસ્કાર બ્લડ સેન્ટર મોરબીના પ્રેરક સદગુરુ પ્રેમસ્વામી અને એમ.ડી. રમેશભાઈ માકાસણા દ્વારા કાર્યક્રમના આયોજકો, તમામ રક્તદાતાઓ તેમજ હરિ ક્રિષ્ના હોસ્પિટલના સમગ્ર સ્ટાફ પરિવારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને સૌને વિશેષ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.#Morbi #MorbiUpdate #Mathak #BloodDonation #HariKrishnaHospital #BloodDonationCamp #SocialWork #MorbiNews #GujaratNews