મોરબી : સ્વ. વલ્લભભાઈ છગનભાઈ લીખિયાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે મોરબીના ઉંચી માંડલના લક્ષગ્રેસ સિરામિક ખાતે સંસ્કાર બ્લડ બેન્ક મોરબીના સહયોગથી સ્વ. વલ્લભભાઈ લિખિયાને શ્રદ્ધાંજલિ આપવા માટે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. બ્લડ ડોનેશન કેમ્પમાં 125 રક્તદાતાઓએ રક્તદાન કરી સ્વ. વલ્લભભાઈ લીખીયાને શ્રદ્ધાંજલિ આપી હતી. બ્લડ કેમ્પને સફળ બનાવવામાં જયંતીભાઈ, શૈલેષભાઈ, ગુણવંતભાઈ, તરુણભાઈ લિખિયા, લિખિયા પરિવાર અને લક્ષગ્રેસ સિરામિકના સ્ટાફ પરિવારે જહેમત ઉઠાવી હતી. સંસ્કાર બ્લડ બેન્કના પ્રેરક પ્રેમસ્વામી અને સંચાલક રમેશભાઈ માકાસણાએ આયોજકો, લિખિયા પરિવાર, રક્તદાતાઓનો આભાર માન્યો હતો.