મોરબી : આજે તારીખ 2 મે ને શુક્રવારના રોજ જિલ્લા વિકાસ અધિકારી જે.એસ.પ્રજાપતિ તથા આરોગ્ય અધિકારી ડો. શ્રીવાસ્તવના સીધા માર્ગદર્શન હેઠળ તાલુકા હેલ્થ કચેરી મોરબી GMERS મેડિકલ કોલેજ મોરબી તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લાલપરના સહયોગથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લાલપર ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.આ બ્લડ ડોનેશન કેમ્પમાં લાલપર ગ્રામ પંચાયતના સરપંચ રમેશભાઈ વાંસદડિયા, ઉપસરપંચ રાજુભાઈ જેતપરિયા, પંચાયતના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન સંજયભાઈ સોલંકી સહિતના મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી બ્લડ ડોનેશન કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો અને સૌએ પ્રસંગને અનુરૂપ પોતાના હકારાત્મક વિચારો રજૂ કર્યા હતા.આ કેમ્પમાં લાલપર ગામમાંથી તેમજ આજુબાજુના ગામમાંથી આવેલા લોકો દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું. આ કેમ્પને સફળ બનાવવા, જિલ્લા ક્ષય અધિકારી ડી.ડી. અજાણા, મોરબી તાલુકા હેલ્થ સુપરવાઈઝર શૈલેષ પારેજીયા, ઈન્ચાર્જ મેડિકલ ઓફિસર લાલપર ડો. હિરેન વાંસદડિયા, સુપરવાઈઝર દીપકભાઈ વ્યાસ, દિલીપ દલસાણીયા, તોફીક બેલીમ તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લાલપરના આરોગ્ય સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવી હતી.