મોરબી : સ્વ કિશનભાઈ જગદીશભાઈ કરોતરાના જન્મદિવસ નિમિત્તે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાખરાળા ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 25 બોટલ બ્લડ એકત્રિત થયું હતું.આ બ્લડ ડોનેશન કેમ્પમાં ખાખરાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટર જીવાણી તથા સર્વ સ્ટાફનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. તથા જેમર્સ હોસ્પિટલેથી આવેલા તમામ સ્ટાફનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરાયો હતો. આ ઉપરાંત ગ્રામજનો તેમજ સર્વે મિત્રોનો તથા તથા ભગતસિંહ બ્લડ ડોનેશન ગ્રુપનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.