ઈદે મિલાદુન્નબીના અવસરે બાવા બ્લડ ગ્રુપ દ્વારા આયોજનમોરબી : જશ્ને ઈદે મિલાદુન્નબીના પાવન અવસર પર હજરત બાવા અહેમદ શાહ દરગાહ ખાતે બાવા બ્લડ ગ્રુપ દ્વારા મોરબી સિવિલ હોસ્પિટલના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં બાવા એમનશા ગ્રુપના સભ્યો દ્વારા બ્લડ એકત્રિત કરવામાં આવ્યું હતું. ગ્રુપે જણાવ્યું કે તેઓ છેલ્લા બે વર્ષથી નિયમિત રીતે બ્લડ ડોનેશન કેમ્પ યોજી રહ્યા છે અને આવનારા સમયમાં પણ વિવિધ સેવા પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે. કેમ્પ દરમ્યાન મોટી સંખ્યામાં સભ્યોએ બ્લડ ડોનેશન કરી માનવતા નિભાવવાની સાથે જશ્ને ઈદે મિલાદુન્નબીની ઉજવણી કરી હતી.