મોરબી : મોરબીની GMERS મેડિકલ કોલેજ ખાતે ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન (IMA) મોરબી શાખાના નવા કાર્યકાળના સ્થાપન સમારંભ નિમિત્તે આજે વિશાળ રક્તદાન કેમ્પ યોજાયો હતો. આ કેમ્પનું આયોજન રાષ્ટ્રીય સ્વૈચ્છિક રક્તદાન દિવસ (National Voluntary Blood Donation Day)ના અવસર સાથે જ કરવામાં આવ્યું હતું. જેમાં ડૉક્ટર સમાજે આગેવાની લઈને રક્તદાન કરી માનવતા પ્રત્યેનું કર્તવ્ય નિભાવી એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ કેમ્પ દરમિયાન ડઝનોથી વધુ ડૉક્ટરો તથા અન્ય સ્વૈચ્છિક દાતાઓએ ભાગ લીધો હતો અને જીવનદાતા બનવાનો ગૌરવ અનુભવ્યો હતો. આ પ્રસંગે IMA મોરબીના અધ્યક્ષ, સચિવ અને GMERS કોલેજના તબીબો તથા શિક્ષકવર્ગ ઉપસ્થિત રહ્યા અને સૌએ આ અભિયાનને સફળ બનાવવા અવિસ્મરણીય યોગદાન આપ્યું હતું. IMA મોરબી આગલા દિવસોમાં પણ આ પ્રકારના સામાજિક અને માનવતાવાદી ઉપક્રમો હાથ ધરશે, એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.