મોરબી : મોરબી DDO જે.એસ.પ્રજાપતિ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. શ્રીવાસ્તવ, બ્લડ કેમ્પના જિલ્લા નોડલ અધિકારી ડો. ધનસુખ અજાણા તથા તાલુકા હેલ્થ કચેરી મોરબીના સીધા માર્ગદર્શન હેઠળ બ્લડ બેન્ક મોરબી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઘુંટુના સહયોગથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઘુંટુ ખાતે આજે 3-6-2025 ને મંગળવારના રોજ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બ્લડ ડોનેશન કેમ્પને ઘુટું ગ્રામ પંચાયતના સરપંચ જયાબેન દેવજીભાઈ પરેચા તથા અન્ય ગ્રામ્ય આગેવાનો ની હાજરીમાં કેમ્પને ખુલ્લો મુકવામાં આવ્યો અને પ્રસંગને અનુરૂપ પોતાનાં હકારાત્મક વિચારો રજુ કર્યા. તેમજ લોકોને બહોળી માત્રામાં આ કેમ્પમાં રક્તદાન કરવા માટે અનુરોધ કર્યો હતો. આ કેમ્પમાં ઘુટું ગામમાંથી તેમજ નેક્શિયોન સિરામિકના ભાવેશભાઈ ગઢિયાના પ્રયત્નોથી નેક્શિયોન સિરામિક કંપનીમાંથી આવેલ લોકો દ્વારા રક્તદાન કરવામાં આવ્યું. જેમાં કુલ 20 યુનિટ બ્લડનું કલેક્શન કરવામાં આવ્યું હતું. આ કેમ્પને સફળ બનાવવા માટે તાલુકા હેલ્થ ઓફિસર ડો રાહુલ કોટડીયા, મેડીકલ ઓફિસર ઘુંટુ, ડો.જીગ્નેશ પંચાસરા, તાલુકા હેલ્થ સુપરવાઇઝર પરેજીયાભાઇ તેમજ પ્રા.આ.કેન્દ્ર ઘુંટુનો સ્ટાફ અને તેની હેઠળ આવેલા તમામ પેટા આરોગ્ય કેન્દ્રના આરોગ્ય સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવી આ કાર્યક્રમ સફળ બનાવ્યો હતો.