વાંકાનેર : વાંકાનેર તાલુકાના નવા ઢુવા ગામ તેમજ સંસ્કાર બ્લડ સેન્ટરના સહયોગથી શ્રીરામ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બ્લડ ડોનેશન કેમ્પમાં બહોળી સંખ્યામાં રક્તદાતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બ્લડ ડોનેશન કેમ્પમાં 43 જેટલી બ્લડ બેગ એકત્ર કરવામાં આવી હતી. આ કેમ્પના આયોજક સરપંચ ઈન્દ્રજીતસિંહભાઈ, પીએચસીના મેડીકલ ઓફિસર ડો. ધવલ રાઠોડ, ભરવાડ સમાજના આગેવાનો, ડો. મનસુખ બોચિયા તેમજ રક્તદાતાઓનો પ્રેમસ્વામી અને રમેશભાઈ પટેલ દ્વારા આભાર માનવામાં આવ્યો હતો.