સંસ્કાર બ્લડ સેન્ટર મોરબીના સહયોગથી યોજાયેલા કેમ્પમાં 85 રક્તદાતાઓએ રક્તદાન કરી માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યુંમોરબી: લીલાપર ગામમાં શ્રીમદ ભાગવત જ્ઞાનયજ્ઞ મહોત્સવમાં સંસ્કાર બ્લડ સેન્ટર મોરબીના સહયોગથી 2 જુને રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં 85 રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કરી ધર્મ સાથે માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ગરમીના સમયમાં જ્યારે બ્લડની ખૂબ જ અછત જોવા મળે છે, ત્યારે દેત્રોજા પરિવાર અને સમગ્ર લીલાપર ગામ દ્વારા આયોજિત આ રક્તદાન કેમ્પ થેલેસેમિયા અને અન્ય જરૂરિયાતમંદ દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થયો છે.આ બ્લડ કેમ્પને સફળ બનાવવા માટે મનુભાઈ દેત્રોજા, ધર્મેન્દ્રભાઈ દેત્રોજા, અનિલભાઈ દેત્રોજા, નિલેશભાઈ દેથરીયા, યોગેશભાઈ આદ્રોજા, દેત્રોજા પરિવાર તેમજ સમગ્ર લીલાપર ગામના નાગરિકોએ સુંદર સહકાર આપ્યો હતો. આ તકે સંસ્કાર બ્લડ સેન્ટર મોરબીના પ્રેરક સદગુરુ પ્રેમસ્વામી અને સંચાલક રમેશભાઈ માકાસણાએ તમામ આયોજકો, રક્તદાતાઓ, દેત્રોજા પરિવાર અને સમગ્ર લીલાપર ગામનો વિશેષ આભાર માન્યો હતો.#Morbi #Lilapar #BloodDonation #SanskarBloodCenter #MorbiUpdate #Thalassemia #Humanity