મોરબી : આજે તારીખ 6 મેને મંગળવારના રોજ જિલ્લા વિકાસ અધિકારી જે.એસ.પ્રજાપતિ તથા આરોગ્ય અધિકારી ડો. શ્રીવાસ્તવના સીધા માર્ગદર્શન હેઠળ તાલુકા હેલ્થ કચેરી મોરબી સંસ્કાર બ્લડ બેંક મોરબી તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બગથળાના સહયોગથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બગથળા ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.આ બ્લડ ડોનેશન કેમ્પમાં બગથળા નકલંક મંદિરના મહંતશ્રી દામજી ભગત, જીલ્લા પંચાયતના સદસ્ય સતીશભાઈ મેરજા, ગ્રામ પંચાયતના સરપંચ પરેશભાઈ આંબલીયા સહિતના મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી બ્લડ ડોનેશન કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ દરમ્યાન સૌએ પ્રસંગને અનુરૂપ પોતાના હકારાત્મક વિચારો રજૂ કર્યા હતા.આ કેમ્પમાં બગથળા ગામમાંથી તેમજ આજુબાજુના ગામમાંથી આવેલા લોકો દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 22 બોટલ બ્લડ એકત્ર થયું. આ કેમ્પને સફળ બનાવવા, બગથળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડો. હિરેન વાંસદડિયા, તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બગથળાના આરોગ્ય સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.