મોરબી : આજે તારીખ 04/07/2025 ને શુક્રવારના રોજ જિલ્લા વિકાસ અધિકારી જે.એસ.પ્રજાપતિ તથા આરોગ્ય અધિકારી ડો. શ્રીવાસ્તવના સીધા માર્ગદર્શન હેઠળ તાલુકા હેલ્થ કચેરી મોરબી GMERS બ્લડ બેંક મોરબી તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બગથળાના સહયોગથી આયુષ્માન આરોગ્ય મંદિર મોડપર ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.આ બ્લડ ડોનેશન કેમ્પમાં મોડપર ગામના સરપંચ સંગીતાબેન કગથરા, ઉપ સરપંચ રાજભા ઝાલા, મોડપર રામજી મંદિરના મહંત કાંતિભાઈ દેવમોરારી, ગ્રામ પંચાયતના સભ્ય સહિતના મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી બ્લડ ડોનેશન કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો અને સૌએ પ્રસંગને અનુરૂપ પોતાના હકારાત્મક વિચારો રજૂ કર્યા હતા.આ કેમ્પમાં મોડપર, હજનાળી અને વિરપરડા ગામમાંથી આવેલા લોકો દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું. આ કેમ્પને સફળ બનાવવા, બગથળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડો. હિરેન વાંસદડિયા, સુપરવાઈઝર જે. બી. બેચરા, જ્યોત્સનાબેન ચાઉં તેમજ આયુષ્માન આરોગ્ય મંદિર મોડપર દર્શનાબેન પરમાર CHO, અલ્પાબેન કરંગિયા FHW, જગદીશભાઈ પરમાર MPHW તેમજ કૈલાસબેન દેવમોરારી, કાજલબેન ખાટરિયા તથા રંજનબેન ભટ્ટી, આશા બહેનોએ તેમજ ગ્રામજનોએ જહેમત ઉઠાવી હતી.