મોરબી : મોરબી જિલ્લા વિકાસ અધિકારી જે.એસ.પ્રજાપતિ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.શ્રીવાસ્તવ, તાલુકા હેલ્થ કચેરી મોરબીના સીધા માર્ગદર્શન હેઠળ GMERS મોરબી તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આમરણના સહયોગથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આમરણ ખાતે આજે તારીખ 6 જૂન ને શુક્રવારના રોજ બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં આમરણ ગામ તેમજ આજુબાજુના ગામમાંથી આવેલા લોકો દ્વારા બહોળી સંખ્યામા રક્તદાન કરવામાં આવ્યું હતું. આ કેમ્પને સફળ બનાવવા માટે તાલુકા હેલ્થ ઓફિસર ડો.રાહુલ કોટડીયા, મેડિકલ ઓફિસર આમરણ ડો.જાગૃતિ ગાંભવા, તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આમરણના આરોગ્ય સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.