મોરબી : પશ્ચિમ રેલ્વેના વડોદરા ડિવિઝન પર વાસદ- રણોલી સ્ટેશનો વચ્ચે પુલ નં. ૬૨૪ (અપ લાઇન) પર રિ-ગર્ડરિંગના કામ માટે લેવાતો બ્લોક ટેકનિકલ કારણોસર (માત્ર એક દિવસ માટે એટલે કે ૭ મે, ૨૦૨૫) રદ કરવામાં આવ્યો છે. જ્યારે બ્લોક અન્ય પૂર્વ-સૂચિત દિવસો માટે અસરકારક રહેશે.તદનુસાર, નીચેની ટ્રેનો 7 મે 2025 ના રોજ નિર્ધારિત સમયપત્રક મુજબ દોડશે. ૧) ટ્રેન નંબર ૨૨૯૬૦ જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ 2) ટ્રેન નંબર 12477 જામનગર-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસ ટ્રેનોના સંચાલન સમય, સ્ટોપેજ અને રચના અંગે વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે. તેમ યાદીમાં જણાવાયું છે.