મોરબી : ભારતનાં ચૂંટણીપંચની સુચનાથી મતદારયાદી સઘન સુધારણા કાર્યક્રમ (SIR) અન્વયે આગામી તા. 3 જાન્યુઆરી ને શનિવાર તથા તા. 4 જાન્યુઆરી ને રવિવારનાં રોજ મતદાન મથક ઉપર બીએલઓ સવારનાં 10 થી સાંજનાં5 સુધી હાજર રહેવા સુચના આપવામાં આવી હતી. પરંતુ ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) દ્વારા રાજ્યવેરા નિરીક્ષક વર્ગ-3ની પરીક્ષા તા. 4 જાન્યુઆરી ને રવિવારનાં રોજ નિર્ધારિત કરેલ હોય કેટલીક શાળાઓ ખાતે પરીક્ષા કેન્દ્ર હોય તથા આ જ શાળાઓમાં 65-મોરબી વિધાનસભાના મોરબી શહેરના મતદાન મથક આવેલા છે. જેથી મોરબી શહેરનાં આવા મતદાન મથક સ્થળના બદલે વૈકલ્પિક સ્થળો ઉપર બીએલઓ 3 જાન્યુઆરી ને શનિવારે અને 4 જાન્યુઆરી ને રવિવારે સવારનાં 10 થી સાંજનાં 5 સુધી હાજર રહેશે.જેમાં ધી વી.સી. ટેક હાઈસ્કૂલ રૂમ નં-1, રૂમ નં-2 અને રૂમ નં- 3ની જગ્યાએ વીસી ફાટક સામે આવેલી બુનિયાદી કન્યા પ્રાથમિક શાળાના રૂમ નં-8માં બીએલઓ ઉપસ્થિત રહેશે. જ્યારે મણી મંદિર સામે આવેલ ધી વી.સી. ટેક હાઈસ્કૂલ નવુ બિલ્ડિંગના રૂમ નં-110, રૂમ નંબર- 116ની જગ્યાએ વીસી ફાટક સામે આવેલી બુનિયાદી કન્યા પ્રાથમિક શાળાના રૂમ નં-9માં બીએલઓ હાજર રહેશે. રવાપર રોડ પરની ગૌતમ સોસાયટીમાં આવેલી નિલકંઠ વિદ્યાલય યુનિટ-2 રૂમ નં-1ની જગ્યાએ આલાપ રોડ પર વિવેકાનંદનગર-3માં આવેલ અજંતા વિદ્યાલયના રૂમ નં-1માં બીએલઓ હાજર રહેશે. રવાપર રોડ પરની ગૌતમ સોસાયટીમાં આવેલી નિલકંઠ વિદ્યાલય યુનિટ-2 રૂમ નં-3ની જગ્યાએ આલાપ રોડ પર વિવેકાનંદનગર-3માં આવેલ અજંતા વિદ્યાલયના રૂમ નં-2માં બીએલઓ ઉપસ્થિત રહેશે. રવાપર રોડ પરની ગૌતમ સોસાયટીમાં આવેલી નિલકંઠ વિદ્યાલય યુનિટ-1 રૂમ નં-1 અને રૂમ નં-3ની જગ્યાએ આલાપ રોડ પર વિવેકાનંદનગર-3માં આવેલ અજંતા વિદ્યાલયના રૂમ નં-3માં બીએલઓ હાજર રહેશે. રવાપર રોડ પરની ગૌતમ સોસાયટીમાં આવેલી નિલકંઠ વિદ્યાલય નવુ બિલ્ડિંગ યુનિટ-1 કમ્પ્યુટર લેબની જગ્યાએ આલાપ રોડ પર વિવેકાનંદનગર-3માં આવેલ અજંતા વિદ્યાલયના રૂમ નં-3માં બીએલઓ હાજર રહેશે. શનાળા રોડ પર સરદાર બાગની સામે આવેલી ઓમ શાંતિ વિદ્યાલય ગ્રાઉન્ડ ફ્લોર રૂમ નં-2ની જગ્યાએ કન્યા છાત્રાલય રોડ પર આવેલી સ.વ.પ. કન્યા વિદ્યાલયના રૂમ નં-3માં બીએલઓ હાજરી આપશે. શનાળા રોડ પર સરદાર બાગની સામે આવેલી ઓમ શાંતિ વિદ્યાલય ગ્રાઉન્ડ ફ્લોર રૂમ નં-7ની જગ્યાએ કન્યા છાત્રાલય રોડ પર આવેલી સ.વ.પ. કન્યા વિદ્યાલયના રૂમ નં-4માં બીએલઓ હાજરી આપશે. શનાળા રોડ પર સરદાર બાગની સામે આવેલી ઓમ શાંતિ વિદ્યાલય ગ્રાઉન્ડ ફ્લોર રૂમ નં. યુકેજી અંગ્રેજીની જગ્યાએ કન્યા છાત્રાલય રોડ પર આવેલી સ.વ.પ. કન્યા વિદ્યાલયના રૂમ નં-5માં બીએલઓ હાજરી આપશે. પંચવટી સોસાયટીમાં આવેલ નવયુગ વિદ્યાલયના રૂમ નં-4ની જગ્યાએ કન્યા છાત્રાલય રોડ પર આવેલી સ.વ.પ. કન્યા વિદ્યાલયના રૂમ નં-6માં બીએલઓ હાજર રહેશે. શનાળા રોડ પર આવેલી જ્ઞાનપથ વિદ્યાલયના રૂમ નં. 1ની જગ્યાએ છાત્રાલય રોડ પર આવેલ રાધે કિષ્ના વિદ્યાલયના રૂમ નં-1માં બીએલઓ હાજર રહેશે. શનાળા રોડ પર આવેલી જ્ઞાનપથ વિદ્યાલયના રૂમ નં. 3ની જગ્યાએ છાત્રાલય રોડ પર આવેલ રાધે કિષ્ના વિદ્યાલયના રૂમ નં-2માં બીએલઓ હાજર રહેશે. શનાળા રોડ પર આવેલી જ્ઞાનપથ વિદ્યાલયના રૂમ નં. 4ની જગ્યાએ છાત્રાલય રોડ પર આવેલ રાધે કિષ્ના વિદ્યાલયના રૂમ નં-3માં બીએલઓ હાજર રહેશે. આમ પરીક્ષાના કારણે મતદાન મથકની જગ્યાએ વૈકલ્પિક જગ્યાએ બીએલઓ હાજરી આપશે જેની જે-તે વિસ્તારના મતદારોએ નોંધ લેવા જણાવાયું છે.