42% લોકો લોન પર ખરીદે છે મોંઘા ફોન: આઈ ફોનની ઘેલછામાં હત્યા, ચોરી અને આત્મહત્યા જેવી ભયાનક ઘટનાઓ વધતા ચિંતામોરબી અપડેટ: આજના સમયમાં સ્માર્ટફોન જરૂરિયાત ઓછો અને સ્ટેટસ સિમ્બોલ વધુ બની ગયો છે. ખાસ કરીને યુવા પેઢીમાં આઈફોન (iPhone) રાખવાનો એક એવો અંધ ક્રેઝ જોવા મળી રહ્યો છે, સદુપયોગ અવગણીને તે સામાજિક અને આર્થિક બરબાદીનું કારણ બની રહ્યો છે. આ ઘેલછા પાછળ સૌથી મોટું હથિયાર બન્યું છે — સરળ હપ્તા (EMI) અને સસ્તી લોન.ચોંકાવનારા આંકડા: ખિસ્સા ખાલી, પણ હાથમાં પ્રીમિયમ ફોનરીસર્ચ અનુસાર 2026ના અંત સુધીમાં ભારતમાં વેચાતા કુલ ફોનમાંથી 42% ફોન માત્ર ક્રેડિટ કાર્ડ, લોન અને EMI પર ખરીદાશે અને નાના શહેરોમાં પણ મોંઘા સ્માર્ટફોનનું વેચાણ સીધું 5 ગણું વધી ગયું છે.હાલ બજારમાં સસ્તા ફોનનું વેચાણ 88% ઘટ્યું છે, જ્યારે 50 હજારથી 1.5 લાખ સુધીના ફોનનું વેચાણ 72% જેટલું ઉછળ્યું છે. ખાસ કરીને કંપનીઓ એવા યુવાનોને સરળતાથી લોન આપી રહી છે જેમણે ક્યારેય લોન લીધી નથી કે જેમની પાસે નિયમિત આવકનું કોઈ સાધન પણ નથી.એક ફોનની જીદે લીધા જીવ15 થી 20 હજાર રૂપિયા કમાતો કે હજુ ભણતો યુવાન જ્યારે 80 હજારથી 1.5 લાખનો ફોન 3 હજારના હપ્તે ઘેર લાવે છે, ત્યારે હપ્તો ન ભરી શકાતાં વાત ગુનાખોરી અને આત્મહત્યા સુધી પહોંચે છે.સંભાજીનગર (2026) : તાજેતરમાં 18 વર્ષના યુવકે આઈફોન ન મળતાં પહાડ પરથી કૂદી આપઘાત કર્યો. તેને બચાવવા જતાં પિતા અને આઘાતમાં માતાએ પણ કૂદીને જીવ આપ્યો. એક ફોનની જીદે આખો પરિવાર ક્ષણભરમાં ખતમ કરી નાખ્યો.(પોલીસ તપાસમાં અન્ય કારણ પણ હોવાની આશંકા).લખનઉ (2024): 1.5 લાખનો ફોન કેશ ઓન ડિલિવરી મંગાવી પૈસા ચૂકવવા ન પડે તે માટે ડિલિવરી બોયની ક્રૂરતાપૂર્વક હત્યા કરી લાશ નહેરમાં ફેંકી દેવાઈ.નવી મુંબઈ (2024): પિતાએ દોઢ લાખનો ફોન અપાવવાની અસમર્થતા દર્શાવતા 18 વર્ષના દીકરાએ ઘરમાં જ ફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું.દિલ્હી અને ગાઝીપુર: ક્યાંક માતાના સોનાના દાગીના ચોરીને ગર્લફ્રેન્ડને ફોન ગિફ્ટ કરાયો, તો ક્યાંક બહેનના લગ્નના પૈસા ચોરીને ફોન ખરીદ્યા બાદ પકડાઈ જવાના ડરે યુવકે ટ્રેન નીચે કૂદીને જીવ આપ્યો.શા માટે યુવાનોમાં વધી રહી છે આવી ઘેલછા?• મિત્રવર્તુળમાં નીચા ન દેખાવું અને સ્ટેટસ મેઇન્ટેન કરવા માટે પોતાની ક્ષમતા બહાર જઈને ખર્ચ કરવો.• ઇન્સ્ટાગ્રામ પર પ્રમોટ થતી વૈભવી લાઈફસ્ટાઈલ જોઈને અંદર ઊભી થતી અસલામતી (FOMO).• એકસાથે મોટી રકમ ચૂકવવાની ન હોવાથી યુવાનો ભૂલી જાય છે કે આખરે આ દેવું તેમના માથે જ ચડવાનું છે.• સમજણ, સંવેદનશીલતા અને નૈતિકતાનો અભાવ.આ સમસ્યાનું સમાધાન શું?• સંતાનની દરેક જીદ પૂરી કરવી એ પ્રેમ નથી. સંતાનને ના સાંભળવાની ટેવ પાડો અને પૈસાની વાસ્તવિક કિંમત સમજાવો.• આપણી આવક અને જરૂરિયાત કેટલી છે તેની સમજ હોવી અનિવાર્ય છે. સાધન માત્ર સુવિધા માટે છે, દેખાડા માટે નહીં.• કોઈ મોંઘો ફોન કે બ્રાન્ડ વ્યક્તિનું વ્યક્તિત્વ નક્કી નથી કરી શકતી. સાચું સ્ટેટસ જ્ઞાન, આવડત, સંસ્કાર અને મહેનતથી બને છે. • ક્રેડિટ કાર્ડ કે EMI પર બિનજરૂરી વસ્તુઓ ખરીદવાથી બચો. #iPhoneCraze #SocialAwareness #FinancialLiteracy #ParentingGuide #YouthAwareness #EMITrap #LifestyleDebts #RealValue