મોરબી : મોરબીના સુપ્રસિદ્ધ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ દ્વારા અવારનવાર સામાજિક સેવાના કાર્યો થતા રહે છે. શિયાળાની કડકડતી ઠંડીમાં ઠુંઠવાતા જરૂરીયાતમંદ લોકોની વ્હારે ફરી પાછું ગુરુકુલ આવ્યું અને યજમાન વિનુભાઈ ભોરણીયાણાના સહયોગથી 500થી વધુ ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. સમગ્ર સેવાકાર્ય સંસ્થા સંચાલક સ્વામી જ્ઞાનજીવનદાસજીની દેખરેખ હેઠળ કરવામાં આવ્યુ હતું.