વેલાળા ગામની સીમમાં બનેલ બનાવામાં એક શ્રમિક દટાયાની આશંકા : બે ઈજાગ્રસ્ત વાંકાનેર : સુરેન્દ્રનગર જિલ્લામાં કોલસાની ગેરકાયદેસર ધમધમતી ખાણોમાં અવાર-નવાર અકસ્માતો સર્જાતા રહે છે ત્યારે બુધવારે જિલ્લાના થાન તાલુકાના વેલાળા ગામે ગેરકાયદે ધમધમતી કાર્બોસેલની ખાણમાં ભેખડ ધસી પડતા એક સગીરનું મૃત્યુ નીપજ્યું હોવાનું અને બે શ્રમિક ઘાયલ થવાની સાથે એક શ્રમિક શ્રમિક કોલસાની ખાણમાં દટાઈ ગયાની આશંકાએ શોધખોળ ચાલુ હોવાનું જાણવા મળે છે.ઘાયલ શ્રમિકને વાંકાનેર ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયાનું જાણવા મળે છે.જાણવા મળતી વિગતો મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના વેલાળા ગામની સીમમાં કોલસાની 120 ફૂટ ઊંડી ખાણમાં કામ કરતી વેળાએ ભેખડ ધસી પડતા સુરંગ ખોદકામ કરતા મધ્યપ્રદેશના વતની નરેશ નિર્ભરભાઈ નામના 16 વર્ષના બાળ શ્રમિકનું કમકમાટી ભર્યું નીપજ્યું હોવાનું બહાર આવ્યું છે, વધુમાં આ દુર્ઘટનામાં વિક્રમભાઈ રાવત અને વિરભાઈ મહાવીરભાઈ નામના બે શ્રમિકો ઈજાગ્રસ્ત બનતા એક શ્રમિકને વાંકાનેર ખાતે ખાનગી હોસ્પિટલમાં સારવારમાં ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે અને હજુ એક શ્રમિક ખાણમાં દટાયો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે, હાલમાં બનાવ સ્થળે ખાણખનીજ વિભાગ પોલીસ સહિતની ટિમો પહોંચી હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે.