બીજેપીના ઉમેદવાર બ્રિજેશ મેરજા માટે અલગ અલગ મંત્રીઓ અને ધારાસભ્યો આગામી દિવસોમાં ગામડાઓ ખૂંદી વળશે મોરબી : આજે ગુરુવારે બપોરે 12:39 મિનિટના વિજય મહુર્તમાં 65 મોરબી-માળીયા બેઠકના બીજેપીના સત્તાવાર ઉમેદવાર બ્રિજેશ મેરજા ઉમેદવારીપત્ર ભરશે. ત્યારબાદ વિધાનસભા બેઠકમાં સમાવિષ્ટ તમામ ગામોના વીજળીવેગી પ્રવાસ માટે અન્ય જિલ્લાના ધારાસભ્યો અને મંત્રીઓને પ્રચાર-પ્રસારમાં ઉતારવાનો તખ્તો ઘડાઈ ચુક્યો છે. જે મુજબ ગુરુવાર અને શુક્રવારના દિવસે કેબિનેટ મંત્રી સૌરભ પટેલ 10 ગામોમાં ફરી વળશે. કોવિડ-૧૯ની મહામારીના કારણે આ પેટા ચૂંટણીમાં બહુસંખ્યક રેલી અને સભાઓનું આયોજન નહિવત રહેવાનું છે ત્યારે બીજેપીની રણનીતિ મુજબ ગામડે ગામડે જઈ વિવિધ સમાજના આગેવાનો, સ્થાનીય ખેડૂત નેતાઓ સહિત કાર્યકર્તાઓને રૂબરૂ મળવાનું આયોજન ઉચ્ચ સ્તરેથી ગોઠવવામાં આવ્યું છે. એ સંદર્ભે આજે તારીખ 15 ઓક્ટોબરને ગુરુવારે બપોરે 03:45 કલાકે સૌરભ પટેલ ભડીયાદ ગામની મુલાકાત લેશે. ત્યારબાદ સાંજે 04:30 કલાકે ત્રાજપર 1, સાંજે 05:00 કલાકે ત્રાજપર 2ની મુલાકાત લેશે. તારીખ 16 ઓક્ટોબરને શુક્રવારે સવારે 10:00 કલાકે બેલા, 11:00 વાગ્યે જેતપર, બપોરે 12:00 વાગ્યે વાઘપર, બપોરે 02:00 વાગ્યે નાગડાવાસ, બપોરે 03:00 કલાકે ભરતનગર, સાંજે 04:00 કલાકે મહેન્દ્રનગર-1 અને સાંજે 04:30 કલાકે મહેન્દ્રનગર-2 (ઇન્દીરાનગર)ની મુલાકાત લેશે. ઉપરોક્ત તમામ કાર્યક્રમની રુપરેખા ઘડી કાઢવામાં આવી છે અને સ્થાનીય નેતાઓને તેની જવાબદારી પણ સોંપી દેવામાં આવી છે. જે મુજબ આ બે દિવસીય પ્રવાસ કાર્યક્રમના ઇન્ચાર્જ તરીકે કે. એસ. અમૃતિયા, સહ ઇન્ચાર્જ અરવિંદભાઈ વાંસદડિયા, બચુભા રાણા અને દુર્લભજીભાઈ દેથરીયાને જવાબદારી સોંપવામાં આવી છે. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate