મોરબીની 18-પંચાસર તાલુકા પંચાયત મતદાર વિભાગની ચૂંટણીના પરિણામો જાહેર થયા છે. મોરબીના ઘુંટું રોડ પર આવેલી સરકારી પોલીટેકનીક કોલેજ ખાતે ચૂંટણી અધિકારી દ્વારા મતગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં 889 મતથી ભાજપના ઉમેદવાર કિશોરભાઈ લાલજીભાઈ પરમારનો વિજય થયો છે. • ભાજપના ઉમેદવાર કિશોરભાઈ લાલજીભાઇ પરમાર: 2140 મત • કોંગ્રેસના ઉમેદવાર મનસુખભાઇ અમરશીભાઈ ચૌહાણ: 1261 મત • નોટા (NOTA) : 116 મત