માળિયા (મિયાણા) : માળિયા (મિયાણા) તાલુકા પંચાયતની મોટા દહીંસરા 1 બેઠક પર ભાજપનો દબદબો જોવા મળ્યો છે. મોટા દહીંસરા 1 બેઠક પર ભાજપના ઉમેદવારની જીત થઈ છે. ભાજપના ઉમેદવાર પુષ્પાબેન નાગજીભાઈ ચાવડાની જીત થઈ છે. જ્યારે કોંગ્રેસના ભારતીબેન રાણવા અને આમ આદમી પાર્ટીના નીમુબેન સારેસાને હારનો સ્વાદ ચાખવો પડ્યો છે.