હળવદ : હળવદ તાલુકા પંચાયતની જુના દેવળિયા બેઠક પર ભાજપના ઉમેદવારનો વિજય થયો છે. જુના દેવળિયા બેઠક પર ભાજપ, કોંંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ચૂંટણી જંગ હતો. જેમાં ભાજપે બાજી મારી લીધી છે. ભાજપના ઉમેદવાર અલ્પાબેન અરવિંદભાઈ સાપરાનો ભવ્ય વિજય થયો છે. જ્યારે કોંગ્રેસના જયશ્રીબેન ચરમારી અને આપના આશાબેન ચરમારીને હારનો સામનો કરવો પડ્યો છે.