વાંકાનેર : વાંકાનેર તાલુકા પંચાયતની હસનપર બેઠકનું પરિણામ જાહેર થયું છે. જેમાં ભાજપે બાજી મારી છે. વાંકાનેર તાલુકા પંચાયતની હસનપર બેઠક પર ભાજપના ઉમેદવાર મુક્તાબેન રમેશભાઈ સારલાનો ભવ્ય વિજય થયો છે.હસનપર બેઠક પર ભાજપના ઉમેદવાર મુક્તાબેન સારલાને 2541 મત મળ્યા છે જ્યારે કોંગ્રેસના સોનલબેન ધામેચાને 1606 અને આમ આદમી પાર્ટીના રિંકુબેન રાતૈયાના 285 મત મળ્યા છે.